Header Ads

મિત્રો, જન્મ જેમ ઈશ્વરના હાથમાં છે તેમ મૃત્યુ પણ એના જ હાથમાં છે


(。♥‿♥。)

મિત્રો, જન્મ જેમ ઈશ્વરના હાથમાં છે તેમ મૃત્યુ પણ એના જ હાથમાં છે. માણસ તરીકે એણે આપણને જન્મ આપ્યો છે તો આપણને કોઈ અધિકાર નથી આપણી જિંદગી ટૂંકાવવાનો. સંજોગો આત્મહત્યાની ચરમસીમાએ ભલેને લઈ જાય પણ જો એ સમય  કોઈપણ રીતે કાઢી નાખીએ તો બાકીની જિંદગી ઈશ્વરે આપણી અદ્ભૂત નક્કી કરી જ હશે એવું મારું માનવું છે. હાલના ભૌતિકયુગ અને દેખાદેખીના સમયમાં ભલેને બધા કહે કે એક વ્યક્તિ જીવનમાં એવી હોવી જોઈએ જેની આગળ ઠલવાઈ જવાય. ખરેખર એવી વ્યક્તિ છે ખરી જે ફક્ત તમને સાંભળે જ, કોઈ સલાહસુચન નહિ. જ્યારે આવું બનશે ને ત્યારે આત્મહત્યાનું પ્રમાણ ઘટશે. દરેકને એક ભય સતાવી રહ્યો છે કે રખેને હું મારી અંગત વાત કહું ને નકારાત્મક  પ્રત્યાઘાત આવ્યા તો? ના કહેવાય ના સહેવાય એ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે મારા માનવા મુજબ બે જ આશ્રય છે. ઈશ્વર અને પુસ્તક. આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા ફક્ત શ્રોતા જ બનવું પડશે. સામેવાળી વ્યક્તિ હૃદયનો ભાર  જ્યારે ખાલી કરી દેશે ને સમજો એની જીજીવિષા બેવડાઈ જશે. આવો સૌ સંકલ્પ કરીએ આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા આપણે જ સામેવાળાનો સંપર્ક કરવા સામેથી પહેલ કરીએ.

(。♥‿♥。)

Nandish Zadafiya

1 comment:

Powered by Blogger.