છોડી દેવુ
કોઈને એકાદ બે વાર
સમજાવવું,
કહીએ પણ ન સમજે તો ફરી ફરી સમજાવવાનું ...
*છોડી દેવુ.*
છોકરાઓ મોટા થઈ પોતાના નિર્ણય લેતા થાય,
તો એમની પાછળ પડવાનું...
*છોડી દેવુ*
થોડા જ લોકો સાથે ઋણાનુંબંધ હોય છે.
એકાદ માણસ સાથે ના
જામે તો.......
*છોડી દેવું*
આપણાં હાથમાં કાંઈ નથી એ અનુભવે સમજાય છે,
ભાવિ ની ચિંતા કરવાનું...
*છોડી દેવુ*
ઈચ્છાઓ અને ક્ષમતા
વચ્ચે વધુ અંતર થવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો
લઈ ફરવા નું
*છોડી દેવુ*
પ્રત્યેકના જીવનનું ચરિત્ર,
ક્ષમતા, સંવેદના બઘુ જ અલગ જ હોય છે
તેથી તુલના કરવાનું...
*છોડી દેવુ*
જીવન અનુભવોનો ખજાનો છે,
આખી જીંદગી નાહકનો બોજ લેવાનું...
*છોડી દેવુ*
પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવા ની લાહ્યમાં
ચારેકોર ઝાવા મારવાનું
*છોડી દેવુ*
સમજાય તો ઠીક છે,
બાકી આ લખેલી વાત
વિશે ઝાઝું વિચારવાનું...
*છોડી દેવુ*
જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે એવી
કોઇ અપેક્ષા રાખવાનું...
*છોડી દેવુ*
હું જ બધું કરૂં છું અને
મારા વિના કાંઈ થાય એમ નથી,
એવા ભ્રમમાં રહેવાનું....
*છોડી દેવુ*
સમયે ગરજ પડ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે છે,
મારે કોઈ ની જરૂર નથી
એવા ગુમાનમાં રહેવા નું..
*છોડી દેવુ*
આજે તમારો દિ છે કાલે
ન પણ હોય
માટે વાતે વાતે બીજાનું અપમાન કરવાનું.....
*છોડી દેવુ*.....
sachi vaat cheeeeeeeeree
ReplyDeletepyaar thi gayo
ReplyDelete